KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી 81 અબજ ડોલરની નિકાસ કરવા સક્ષમ

કેમિકલ ઇન્ડસ્ટ્રીએ સ્પેશ્યાલિટી કેમિકલ્સની 45 અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સની 26 અબજ ડોલર અને ઇનઓર્ગેનિક કેમિકલ એક્સપોર્ટ્સની પાંચથી 10 અબજ ડોલરની નિકાસ કરવી જોઈએ. ઉદ્યોગે આ માટે આગામી પાંચ નાણાકીય વર્ષ સુધી 10થી 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ નોંધાવવી પડે.

KuberaNow
desk@kuberanowPublished On : 18 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
કેમિકલની નિકાસના મોરચે ઉજ્જવળ ભાવિ
કેમિકલ ઇન્ડસ્ટ્રી નિકાસના મોરચે જંપ લગાવવા સક્ષમ

નવી દિલ્હીઃ ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી 2030 સુધીમાં 81 અબજ ડોલરની નિકાસ કરી શકે છે. ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી 80 હજારથી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે. તેમા ઇનઓર્ગેનિક, પેટ્રોકેમિકલ્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સનો સમાવેશ થાય છે. ઉત્પાદકો માટે આ ત્રણેય સેગમેન્ટ આકર્ષક છે. નીતિ આયોગ દ્વારા શેર કરવામાં આવેલા અંદાજ સૂચવે છે કે નાણાકીય વર્ષ 2030 સુધીમાં બજાર વપરાશ 290 અબજ ડોલરથી 310 અબજ ડોલર થાય તેમ મનાય છે.

અહેવાલમાં જણાવાયું છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીએ સ્પેશ્યાલિટી કેમિકલ્સની 45 અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સની 26 અબજ ડોલર અને ઇનઓર્ગેનિક કેમિકલ એક્સપોર્ટ્સની પાંચથી 10 અબજ ડોલરની નિકાસ કરવી જોઈએ. ઉદ્યોગે આ માટે આગામી પાંચ નાણાકીય વર્ષ સુધી 10થી 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ નોંધાવવી પડે. જ્યારે ઉપરના ત્રણ સેગમેન્ટમાં ટાર્ગેટ સિદ્ધ કરવા 14 ટકાના દરે વૃદ્ધિ કરવી પડે.

નીતિ આયોગના રિપોર્ટ મુજબ અમેરિકા, જર્મની, ભારત અને ફ્રાન્સ સ્પેશ્યાલિટી કેમિકલ્સ નિકાસ બજારમાં પ્રભુત્વ ધરાવે છે. તેનું કારણ વિપુલ માત્રમાં ઉપલબ્ધ કાચો માલ, મજબૂત પ્રોસેસ એન્જિનિયરિંગ કેપેસિટી અને નીચા ખર્ચે ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. ભારત ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ, ટેકનોલોજીકલ વૃદ્ધિ અને સાનુકૂળ સરકારી નીતિઓના લીધે આ સ્થિતિ જોવા મળી છે.

નીતિ આયોગે ઉમેર્યુ હતું કે સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધિ થવી અત્યંત જરૂરી છે. સ્પેશ્યાલિટી કેમિકલ્સના ચોખ્ખા નિકાસકાર તરીકે ભારત ખર્ચ સ્પર્ધાત્મકતાના મોરચે થોડું ધ્યાન આપવાની જરૂર છે, જેથી નિકાસમાં વધારો કરી શકાય. લોકો ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે ભારતીય નિકાસકારો માટે સારી તકોનું નિર્માણ થયું છે.

નીતિ આયોગનું તેના અહેવાલમાં કહેવું છે કે કેમિકલ ઉદ્યોગ માટે સ્થાનિક સ્તરે મૂલ્યવૃદ્ધિમાં નોંધપાત્ર સંભાવના છે. ડાઉનસ્ટ્રીમ પ્રોડકશનમાં વધારો કરીને અને ફીડસ્ટોક ઉપયોગિતા દ્વારા તે વિસ્તરણ કરી શકે છે. ભારતે 20247 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનવું હોય તો તેમા મેન્યુફેક્ચરિંગ સેક્ટરે મહત્વનું પ્રદાન આપવું જ પડશે.



Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM